ગુલમહોર
હેતલકુમાર ભટ્ટ સંચાલિત અભિવ્યક્તિ સાંસ્કૃતિક પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે.

માણસ મોબાઇલ થઈ ગયો

વિજ્ઞાનની અવનવી શોધો માનવીને મદદરૂપ થવા માટે થતી હોય છે જેને કાળામાથાનો માનવી પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેતો થાય છે અને સબંધો, લાગણીઓનો કેવો છેહ ઉડાડે છે તેનો અહીં ઈમેલમાં મળેલી આ કવિતા દ્વારા આબેહુબ ચિતાર રજુ કરવાનો નાનકડો પ્રયાસ છે.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
જરૂર જેટલી જ લાગણીઓ  રિચાર્જ કરતો થઈ ગયો 
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ   દેખાડતો થઈ ગયો 
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! 
  
સામે કોણ છે એ જોઈને  સંબંધ રિસિવ કરતો થઈ ગયો 
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ  સ્વીચ ઓફ કરતો થઈ ગયો 
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! 
  
આજે રીટા તો કાલે ગીતા એમ  મોડેલ બદલતો થઈ ગયો 
મિસિસને છોડીને મિસને  એ કોલ કરતો થઈ ગયો 
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! 

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ  જુઓને જીવ બાળતો થઈ ગયો 
સાલું, થોડી રાહ જોઈ હોત તો!  એવું ઘરમાં યે કહેતો થઈ ગયો 
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! 
  
હોય બરોડામાં અને છું સુરતમાં  એમ કહેતો એ થઈ ગયો 
આજે હચ તો કાલે રિલાયન્સ એમ  ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો 
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! 
 
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં  કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો 
હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ  ઝીરો એ થઈ ગયો 
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

Advertisements

5 Responses to “માણસ મોબાઇલ થઈ ગયો”

 1. આ આપની રચના છે? રચનાકાર બાબત સ્પષ્ટતા કરશો?

  • આ કાવ્ય ઈ-મેઈલ પર મળેલ હતું પરંતું સાહિત્ય રસિકો સુધી પહોંચી રહે તે કારણે અંહી અપલોડ કરેલ છે. હવે પછી આવી અનામી રચનાઓ માટે તેમાં સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરીશ.

 2. ખુબ સુંદર મજા આવી જાય તેવું કાવ્ય..મેઈલમાં ઘણા મિત્રોએ મોકલ્યું પણ કોણે લખ્યું તે જાણવું મુશ્કેલ હતું…અભિંનંદન આપવા આતુર હતો..

  • ખરેખર આ કાવ્ય મેઈલમાં જ મારા સુધી આવ્યું છે અને તે પણ તેના અનામી રચયિતા દ્વારા, માટે જ કોઈનું નામ લખેલ નથી. આપે પાઠવેલ અભિનંદન આ બ્લોગ દ્વારા તેના રચયિતાને પહોંચશે તેવી આશા…

 3. this poem is written by me….see link‎’ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

  http://funngyan.com/download/ashvinchaudhari.jpg
  ….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: